ભારતના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવાની તક

ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે મૈત્રી સ્કોલર્સ પ્રોગ્રામ અંતર્ગત, ભારતીય વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ STEM ડિગ્રી પ્રાપ્ત કરી શકશે. ઓસ્ટ્રેલિયન સરકાર આ કાર્યક્રમ માટે 11.2 મિલિયન ડોલરનું રોકાણ કરશે.

Indian Professor Teaching Students Microscopy

Indian Professor Explains Students How to Use Microscope In A Laboratory Credit: elkor/Getty Images

ભારતના શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ STEM ડિગ્રી પ્રાપ્ત કરી શકે એ માટે Maitri Scholars Program અમલમાં મૂકવામાં આવ્યો છે. અને, તેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.

આ કાર્યક્રમથી બંને દેશો વચ્ચે સંશોધનો તથા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સહયોગ વધુ ગાઢ બનશે. તથા, વિવિધ ક્ષેત્રોને લાભ થશે. જેમ કે,
  • એડવાન્સ મેન્યુફેક્ચરીંગ,
  • ક્રિટીકલ ટેકનોલોજી,
  • ખનીજ
  • સ્વચ્છ ઊર્જા
મૈત્રી સ્કોલર્સ પ્રોગ્રામ આ ક્ષેત્રોમાં આગામી ચાર વર્ષમાં આશરે 45 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપશે, જેમાં આ કાર્યક્રમને ટેકો આપવા માટે ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા 11.2 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે.

શિષ્યવૃત્તિનું સંચાલન સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા રિલેશન્સ દ્વારા કરવામાં આવશે અને તે તમામ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ માટે ખુલ્લી રહેશે, જે પીએચડી અને માસ્ટર્સના વિદ્યાર્થીઓને નોમિનેટ કરી શકે છે.
Portrait of young Indian student
Portrait of young Indian student. Credit: Thurtell/Getty Images
મૈત્રી સ્કોલર્સ પ્રોગ્રામ એ 'An Update to the India Economic Strategy to 2035' ની ભલામણના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવ્યો છે., જેનો ઉદ્દેશ ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવાનો છે.

ભારત સાથે ઓસ્ટ્રેલિયા વચ્ચે શૈક્ષણિક ક્ષેત્રમાં ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય આધાર છે.

ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા ભારતના કેટલાક તેજસ્વી યુવા સંશોધકો ઓસ્ટ્રેલિયાની વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની મેળવી શકશે. અને, ભારત સાથેની ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક ભાગીદારીને મજબૂત બનાવશે.
JASON CLARE PRESS CLUB
Minister for Education Jason Clare Source: AAP / MICK TSIKAS/AAPIMAGE
ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેરે ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મળીને ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સેનેટર પેની વોંગે જણાવ્યું હતું કે, મૈત્રી કાર્યક્રમ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વૈજ્ઞાનિક તથા રીચર્સ સંબંધિત બાબતોના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

તથા, STEM રીસર્ચના ક્ષેત્રોમાં ભારતના તેજસ્વી યુવાનોને નવી તકો પણ મળી રહેશે.

Maitri Scholars Program વિશે વધુ માહિતી માટે ની મુલાકાત લો.

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ગ્રાન્ટ માટે 1લી જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share
Published 28 November 2023 3:06pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends