વડાપ્રધાને ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમુદાયને નવરાત્રિ નિમિત્તે શુભેચ્છા પાઠવી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ નવરાત્રિના પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

ELECTION22 ANTHONY ALBANESE ELECTION CAMPAIGN

Prime Minister Anthony Albanese wishes the Hindu community in Australia for Navratri. Image - Hindu Council meeting in Parramatta during the federal election campaign, in Sydney, Friday, May 6, 2022. Source: AAP / LUKAS COCH/AAPIMAGE

૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨થી શરુ થતા નવરાત્રિના પર્વ નિમિત્તે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ હિન્દુ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે.

તેમણે તેમના સંદેશમાં કહ્યું છે કે હિન્દુ કેલેન્ડર તહેવારોથી એવી રીતે ભરેલું છે જે લોકોને પ્રાચીન આસ્થાના રંગમાં રંગીને આનંદ ઉલ્લાસ સાથે એકસાથે લાવે છે. નવરાત્રિની પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ સમગ્ર સમુદાયમાં અલગ-અલગ હોય છે તેનો ઉલ્લેખ પણ વડાપ્રધાને તેમના સંદેશમાં કર્યો છે. નવ-રાત્રિની ભક્તિ દરેક રીતે ઊર્જા અને જ્ઞાનની ઉજવણી છે એવું એન્થની એલ્બનીઝીએ તેમના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે.

Navaratri message from Prime Minister Anthony Albanese.jpg
Navaratri message from Prime Minister Anthony Albanese.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ઓસ્ટ્રેલિયાની બહુસાંસ્કૃતિકતાને કવિ રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં વર્ણવી છે. "તમે મને એવા લોકો સાથે મિત્રતા કરાવી છે જેમને હું જાણતો પણ ન હતો'. તેમણે કહ્યું છે કે જેમ જેમ આપણે આપણી વિવિધતાને સ્વીકારીએ છીએ અને ઉજવીએ છીએ, તેમ આપણે એકબીજાને મિત્રો તરીકે ઓળખીએ છીએ અને માન આપીએ છીએ.

ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમુદાયનો આભાર માનતા તેમણે કહ્યું છે કે જે નિખાલસતા અને આશાવાદ સાથે તમારા વિશ્વાસ અને સંસ્કૃતિની ભેટો અમારા બધા સાથે વહેંચી છે તે માટે સમગ્ર ઓસ્ટ્રેલિયાના અદ્ભુત હિન્દુ સમુદાયનો આભાર.
LISTEN TO
Gujarati_060922_Navratri_Mirani_Final image

નવરાત્રિ એટલે માત્ર ગરબા નહિ, માતાજીની આરાધનાના વિવિધ પાસા વિશે માહિતી

SBS Gujarati

23/09/202208:56

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 26 September 2022 12:16pm
Updated 27 September 2022 11:56am
By Nital Desai
Source: SBS

Share this with family and friends